રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી નિર્ધારિત સમયમાં અવશ્યપણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સુચન આપી હતી. આ પરિયોજનાઓના ગુણવત્તાલક્ષી કામ માટે સંબંધિત વિભાગો સતત ફોલોઅપ અને ફિલ્ડ વિઝીટ દ્વારા મોનિટરિંગ કરતા રહેવાની પણ મુખ્યમંત્રીએ તાકિદ કરી હતી.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં અગીયાર હજાર 735 કરોડ રૂપિયાની બાર વિકાસ લક્ષી યોજનાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક હોવાનો ઉલ્લેખ કર્યો હતો.પ્રધાનમંત્રીની વતનભૂમિ ઐતિહાસિક નગરી વડનગરનું ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ, હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી, પાવાગઢ શ્રી મહાકાળી માતા મંદિર વિકાસ, કચ્છના સરહદી વિસ્તારમાં ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્ઝ પ્લાન્ટેશન, પોરબંદર ઘેડના મોકર સાગર – કર્લી રિચાર્જનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ અને દ્વારકા કોરિડોર સહિતની બાર પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી..
Site Admin | જુલાઇ 17, 2025 10:25 એ એમ (AM)
રાજ્ય સરકારના 12 વિકાસલક્ષી પરિયોજનાઓની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી અને ગુણવત્તાલક્ષી કાર્યોનું બારિકાઈથી નિરીક્ષણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીની તાકીદ