નવેમ્બર 15, 2025 3:06 પી એમ(PM)

printer

રાજ્ય સરકારના હાથસાળ અને હસ્તકળા વિકાસ નિગમ અંતર્ગત છેલ્લા ૭ મહિનામાં રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરાયું.

પ્રધાનમંત્રીના ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વધુ ગતિમય અને તેજોમય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના હાથસાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો-સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારના હાથસાળ અને હસ્તકળા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેના થકી કુલ ૧૭ કરોડ રૂપિયાથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ કરીને ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ની દિશામાં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી મળી છે.
આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.