રાજ્ય સરકારની પહેલ સ્વાગત ઑનલાઈન કાર્યક્રમના માધ્યમથી ગત ચાર વર્ષમાં બે લાખ 39 હજાર 934 જેટલી ફરિયાદનો સફળ નિકાલ કરાયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન- ઑનલાઈન કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો.
તેના થકી વર્ષ 2003થી અત્યાર સુધીમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ લોકો તરફથી 15 લાખ 84 હજાર 535 ફરિયાદ મળી છે. તેમાંથી 15 લાખ 79 હજાર 2 ફરિયાદનું સફળ નિરાકરણ કરાયું છે. ભાવનગરના મહુવામાં રહેતા ભરત કાબાભાઈ ખોડિફાડએ પણ સ્વાગત કાર્યક્રમ થકી મદદ મળી છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 7:16 પી એમ(PM)
રાજ્ય સરકારના “સ્વાગત” ઑનલાઈન કાર્યક્રમથી ચાર વર્ષમાં 2 લાખથી વધુ ફરિયાદનો નિકાલ