ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 30, 2024 7:52 પી એમ(PM)

printer

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ધોરણે વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે. જે હવેથી આ નિર્ણયને પગલે, રૂ. ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે. આ લાભ ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે.રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ. ૫૩.૧૫ કરોડનું ભારણ વધશે.