ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 7:31 પી એમ(PM)

printer

રાજ્ય વિધાનસભામાં આજે અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી તેમ જ વિવિધ મંત્રીઓએ વિવિધ પ્રશ્નોના જવાબ રજૂ કર્યા હતા

રાજ્ય વિધાનસભામાં આજે અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી તેમ જ વિવિધ મંત્રીઓએ વિવિધ પ્રશ્નોના જવાબ રજૂ કર્યા હતા.  વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું: ‘રાજ્યપોલીસે ગત અઢી વર્ષમાં વિવિધ રાજ્યમાં જઈ 30થી વધુ દરોડા પાડીને માદકપદાર્થના મોટાજથ્થા પકડ્યા છે. આ ઉપરાંત ભરૂચ અને સુરત જિલ્લામાં ગત 2 વર્ષમાં માદકપદાર્થ સાથે 397 આરોપીની ધરપકડ થઈ છે.’ જ્યારે 100 જેટલા આરોપીની ધરપકડ માટેની કામગીરી ચાલી રહી હોવાનું શ્રી સંઘવીએ ઉમેર્યું.    

  રાજ્યમાં ભૂગર્ભ ગટર યોજના અને શહેરી વિકાસયોજના અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી જવાબ આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું: ‘અમૃતમિશન બીજા તબક્કા અંતર્ગત વર્ષ 2021થી અત્યાર સુધીમાં 17 હજાર 717 કરોડ રૂપિયાના કામ કરાયા.રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની ભરેલી જગ્યાઓ અંગે વિધાનસભામાં એક જવાબમાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે કહ્યું: ‘રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની 43 જેટલી ખાલી જગ્યાઓ પૈકી આઠ જગ્યા પર ટૂંક સમયમાંનિમણૂક કરાશે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ વતી માર્ગ અને મકાન વિભાગના એક પ્રશ્નનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું:‘અમદાવાદના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMC વિશાલા ચોકડીથી સરખેજ ચોકડી સુધી ઑવરબ્રિજ બનાવવાની કામગીરી માટે એક હજાર 295 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. આ બ્રિજ વર્ષ 2027 સુધીમાં તૈયાર કરાશે.’વિશાલાથી સરખેજ સુધીના રાજમાર્ગપર છ માર્ગીય ઍલિવેટેડ કોરિડોર તથા બંને તરફ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ 16માર્ગીય સુવિધા રાજ્યમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે તેમપણ શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.