ડિસેમ્બર 31, 2024 7:20 પી એમ(PM)

printer

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગે અમદાવાદમાં ભંગારના વેપારીઓ પાસેથી એક કરોડ 86 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગે અમદાવાદમાં ભંગારના વેપારીઓ પાસેથી એક કરોડ 86 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે. સત્તાવાર યાદી મુજબ, GST વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી અને આનુશાંગિક સંશોધનના આધારે 24 ડિસેમ્બરે અમદાવાદના ભંગારના વેપાર સાથે સંકળાયેલા 2 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન 300 ટનથી વધુનો બિન-હિસાબી સ્ટૉક અને વેચાણ જેવી કેટલીક અનિયમિતતા ધ્યાને આવી હતી.