જાન્યુઆરી 1, 2026 8:54 એ એમ (AM)

printer

રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્યનમસ્કાર અને ધ્યાનસત્રનું આયોજન

આજે સમગ્ર વિશ્વનું નવું વર્ષ 2026 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરવા આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્રનું આયોજન કરાયું છે, જેમાં સવારે 7થી 8 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે.નાગરિકોએ આજે સવારે 7 વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર જોડાઈ શકશે. વધુ વિગતો અને નોંધણી માટે suryanamaskar.gsyb.in ની મુલાકાત લેવા યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતે જણાવ્યું.