ડિસેમ્બર 31, 2025 10:24 એ એમ (AM)

printer

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ સત્રમાં રાજ્યભરના લોકોને જોડાવા અપીલ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતીકાલે ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ નામના ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્રનું આયોજન કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને રાજ્યના યુવાનોને પ્રોત્સાહન આપશે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ – શીશપાલજીએ લોકોને આ કાર્યક્રમમાં જોડવવા અનુરોધ કર્યો હતો.