ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 16, 2025 7:49 પી એમ(PM)

printer

રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા – ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ થશે. આ પહેલા મંત્રીમંડળના સભ્યોએ આજે રાજીનામા આપ્યા હોવાના અહેવાલ છે…ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ તમામને હાઇકમાન્ડના નિર્ણયની માહિતી આપી. હાઇકમાન્ડે મંત્રીમંડળના સભ્યોનાં રાજીનામાં લેવાનો નિર્ણય કર્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય જે.પી. નડ્ડા આજે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે સવારે સાડા 11 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. રાજ્યપાલશ્રી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
ધારાસભ્ય ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે આજે બપોરે શપથવિધિ સમારોહ સ્થળની મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા કરી હતી.