રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે આજે દિવાળીના તહેવાર નિમિત્તે કાયદા અને વ્યવસ્થા જાળવવા અંગે સમીક્ષા બેઠક યોજી. ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી તેમણે ઑનલાઈન માધ્યમથી તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી. તેમણે પોલીસ પૅટ્રોલિંગ, ડ્રૉન નિરીક્ષણ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે વિશેષ ભાર મૂકવા પણ સૂચના આપી.
બેઠકમાં તહેવાર દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન યોજના બનાવવા અને તેના અમલીકરણ કરવા તેમજ મહિલાઓની સલામતી માટે કાર્યરત્ શી ટીમોને વ્યૂહાત્મક રીતે તહેનાત કરવા પર ભાર મુકાયો. ઉપરાંત ઘરેણાંની દુકાનના માલિકો સાથે બેઠક યોજવા અને માર્ગદર્શન આપવા પણ શ્રી સહાયે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:20 પી એમ(PM)
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે દિવાળીના તહેવારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી