ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 9, 2024 7:32 પી એમ(PM) | ગાંધીનગર | પોલીસ

printer

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ. દરમિયાન સાયબર ગુનાઓ રોકવા, આંતરરાજ્ય સંકલન, સરહદ વ્યવસ્થાપન ગુના સાબિતીનો દર વધારવામાટેના પગલાઓ, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે,ગુનાઓને અંકુશમાં રાખવા તથા ગુનાખોરીના નિવારણ અને તપાસની કામગીરીમાં રાજ્યો વચ્ચે આંતરિક સંકલન ખૂબ જરૂરી છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા,દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશના રાજ્ય પોલીસ વડા રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા  હતા.