રાજ્ય પોલીસે પાણીમાં ઊંડાઈમાં જઈને તપાસ કરી શકે તેવા અદ્યતન ટેક્નોલોજીના બે “ડીપ ટ્રેકર” વાહનની ખરીદી કરી છે. પાયલટ પ્રૉજેક્ટ તરીકે બે કરોડ 80 લાખ રૂપિયાની કિંમતના આ વાહન વડોદરા અને રાજકોટને સોંપાયા છે. આ વાહનની વિશેષતા અંગે સાંભળીએ એક અહેવાલ.
રાજ્ય પોલીસે ખરીદેલા આ વાહન પાણીની ઊંડાઈમાં રહેલા પૂરાવા એકત્રિત કરવાથી લઈ તપાસ અને દેખરેખ જેવી કામગીરીમાં મદદરૂપ થશે. 10 કિલો વજનનું આ વાહન પાણીની અંદર 200 મિટર સુધીની ઊંડાઈએ જઈ 100 કિલો સુધીનું વજન ઊંચકીને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત વીડિયો રેકોર્ડિંગ માટે અત્યાધુનિક કૅમેરાથી સજ્જ આ વાહન ડહોળા પાણીમાં પણ આ કામ કરી શકે છે. તાજેતરમાં ગુજરાત પોલીસે પણ આ વાહનનો ઉપયોગ કર્યો હતો.
Site Admin | ઓગસ્ટ 13, 2025 7:58 પી એમ(PM)
રાજ્ય પોલીસ પાણીમાં ઊંડાઈમાં તપાસ કરવા હવે અદ્યતન ટૅક્નોલૉજીના ડીપ ટ્રેકર વાહનનો ઉપયોગ કરશે.