ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2025 6:50 પી એમ(PM)

printer

રાજ્ય પોલીસ દળના 23 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિનાં ચંદ્રક જાહેર કરાયા

સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રપતિ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળના 23 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિનાં ચંદ્રક જાહેર કરાયા છે. તેમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACBના નિયામક IPS પિયુષ પટેલ, ઇંટેલિજન્સના ADGP મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા અંગેના ચંદ્રક જાહેર કરાયા. જ્યારે અમદાવાદ શહેર ગુના શાખાના JCP શરદ સિંઘલ, સુરત સેક્ટર-2ના JCP કે.એન.ડામોર અને સુરત શહેર ઝોન-5ના ACP આર.પી બારોટ સહિત 21 અધિકારી-કર્મચારીને પ્રશંસનીય સેવા અંગેના ચંદ્રકો જાહેર કરાયા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ