ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 7:38 પી એમ(PM)

printer

રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા

પ્રજાસત્તાક દિન પૂર્વે ગુજરાત રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી તથા જવાનોને રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકો જાહેર કરાયા છે. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને નાયબ પોલીસ અધિક્ષક દિગ્વિજયસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે.
આ ઉપરાંત પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને ચિરાગ કોરડીયા, હથિયારી નાયબ પોલીસ અધિક્ષક અશોકકુમાર પાંડોર, દેવદાસ બારડ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર બાબુભાઇ પટેલ સહિત 9 પોલીસ અધિકારી અને કર્મચારીને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે.