રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ સલામતી માટે રાજ્ય ટ્રાફિક શાખાએ કરાર કર્યા છે.
સત્તાવાર યાદી મુજબ, મૅપલ્સમાં વિશેષ ચિત્ર અપડેટ કરાયા છે. એટલે હવે, નાગરિકોને નૅવિગેશનની સાથે બ્લૅક સ્પૉટ એટલે કે, જોખમી જગ્યા, અકસ્માતના જોખમવાળા સ્થળ, ગતિ મર્યાદા સિવાય સમયબદ્ધ ટ્રાફિક માર્ગદર્શિકા પણ અપડેટ કરાશે. સાથે જ બંધ કરાયેલા માર્ગ, માર્ગના સમારકામને લગતી કામગીરી તથા રેલી જેવી માહિતી આ ઍપ્લિકેશનમાં અપડેટ થશે. તેથી નાગરિકો વૈકલ્પિક માર્ગ પસંદ કરી શકશે. રાજ્ય પોલીસ મૅપ માય ઇન્ડિયાને દૈનિક ધોરણે રિયલટાઈમ એટલે કે, વાસ્તવિક સમયમાં ટ્રાફિક માર્ગદર્શિકા અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે.
Site Admin | નવેમ્બર 18, 2025 3:16 પી એમ(PM)
રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા