નવેમ્બર 24, 2025 7:16 પી એમ(PM)

printer

રાજ્ય પોલીસે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા 31 હજાર 834 જેટલા આરોપીની ચકાસણી કરી

રાજ્યમાં ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા 31 હજાર 834 જેટલા આરોપીની ચકાસણી કરવામાં આવી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, રાજ્ય પોલીસે વિશેષ ઝૂંબેશ હેઠળ 100 કલાકમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો 30 વર્ષનો રેકર્ડ તપાસી તેમની હાલની પ્રવૃત્તિ અને નોકરી સહિતની વિગતની ખરાઈ કરી. હવે, બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓની ચકાસણી કરી તેમના વિસ્તૃત દસ્તાવેજ એટલે કે, ડૉઝિયર તૈયાર કરવા પણ માનક સંચાલન પ્રક્રિયા – SOP તૈયાર કરી સઘન કાર્યવાહી કરાશે.