નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય પોલીસમાં 14 હજાર 507 નવી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસમાં 12 હજારથી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા આવી હોવાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું, તેમને ટૂંક સમયમાં નિમણૂકપત્ર અપાશે. ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોના નિમણૂકપત્ર એનાયત કાર્યક્રમને સંબોધતાં શ્રી સંઘવીએ નવા સરકારી કર્મચારીઓને અરજદારો સાથે આદરપૂર્વક વાત કરવા અને પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવા જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ચાર હજાર 473 ઉમેદવારને નિમણૂકપત્ર એનાયત કરાયા
Site Admin | નવેમ્બર 22, 2025 7:17 પી એમ(PM)
રાજ્ય પોલીસમાં 14 હજાર 507 જેટલી નવી જગ્યા માટે ભરતી કરાશે – ગાંધીનગરમાં ચાર હજારથી વધુ નવા કર્મચારીઓને નિમણૂકપત્ર અપાયાં.