ડિસેમ્બર 21, 2025 3:23 પી એમ(PM)

printer

રાજ્ય પરીક્ષા બૉર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી – T.E.T. – 1 પરીક્ષા લેવાઈ.

રાજ્ય પરીક્ષા બૉર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી – T.E.T. – 1 પરીક્ષા લેવાઈ. ધોરણ એકથી પાંચ માટે પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયક પદ માટેની આ પરીક્ષા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં યોજાઈ. બપોરે 12થી 2 વાગ્યા સુધી રાજ્યના 511 કેન્દ્ર પર એક લાખ એક હજાર 518 જેટલા ઉમેદવારે આ પરીક્ષા આપી હતી.