મે 19, 2025 9:52 એ એમ (AM)

printer

રાજ્ય જીએસટી વિભાગે તમાકુ અને વાસણના 67 વેપારીઓ પર દરોડા પાડી 9 કરોડ 28 લાખ રૂપિયાની કરચોરી ઝડપી.

ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તમાકુ અને વાસણના 67 વેપારીઓ પાસેથી 9 કરોડ 28 લાખની કરચોરી ઝડપી પાડવામાં આવી છે.ચોક્કસ બાતમીને આધારે રાજ્યમાં તમાકુ તથા વાસણોના 67 વેપારીઓના 84 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.અમદાવાદ ખાતે વાસણોના 12 વેપારીઓના 13 વેપારના સ્થળોએ હાથ ધરવામાં આવેલી તપાસમાં બિલ વિના માલની ખરીદી અને વેચાણ થકી કરચોરીની મોડસ ઓપરેન્ડી શોધી કાઢવામાં આવી હતી, તેમજ તપાસ દરમિયાન બિન-હિસાબી સ્ટોક તેમજ કાચુ હિસાબી સાહિત્ય મળી આવેલ હતું. વિજાપુર, ઉંઝા તથા ઉનાવા ખાતે આવેલા તમાકુના 55 વેપારીઓના 71 ધંધાના સ્થળોએ તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.