ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મહાપાલિકાઓની ચૂંટણી જાહેર થાય તે પહેલા અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જૂની છ મહાપાલિકાઓ અને એક નગરપાલિકામાં 27 ટકા ઓબીસી અનામત તેમજ 50 ટકા મહિલા અનામત બેઠકની ફાળવણી બાદ નવું માળખું જાહેર કરાયું છે.અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડની 192 બેઠક છે. જેમાંથી 96 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે સામાન્ય વર્ગ માટે 59 બેઠકો અને 113 બેઠકો અન્ય અનામત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 20 બેઠકો, પછાત વર્ગ માટે 52 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 9:52 એ એમ (AM)
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરાઈ