રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં વર્ષ 2024-25 માટે ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા ચકાસણીને અંતે 81.69 ગુણ મેળવી આ શાળાને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાઇ હતી.આ શાળાને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ અપાશે. અગાઉ વર્ષ 2019-20માં જિલ્લા કક્ષાએ આ શાળાને સર્વ શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ તપાસના આધારે જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવામાં આવે છે.
Site Admin | માર્ચ 2, 2025 7:37 પી એમ(PM) | ડાંગ
રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં વર્ષ 2024-25 માટે ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
