રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. રાજ્યમાં બચાવ કામગીરી માટે NDRFની 17 તેમજ SDRFની 25 ટીમો ઉપરાંત સેનાની 9 કોલમ તહેનાત કરવામાં આવી છે.વડોદરા જીલ્લામાં આજે વધુ 75 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. કરજણ તાલુકાના સાત ગામોમાંઢાઢર નદીનું પાણી ફરી વળતા ૧ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. વિશ્વામિત્રીનાપાણી શહેરમાં ફરી વળતાં મહિલા ક્રિકેટર રાધા યાદવને NDRFનીટુકડીએ બચાવ્યા. તો જીલ્લામાં બચાવ કામગીરી માટે એક ખાસ વિભાગ શરૂ કરાયો છે તથા કલેક્ટરેનુકસાનીનો તાગ મેળવવા 22 અધિકારીઓની નિયુક્ત કર્યા અને જીલ્લામાંવધુ 29 બોટ ફાળવી છે. શહેરમાં વનવિભાગ દ્વારા છેલ્લા 3 દિવસમાં 70થી વધુ સાપ અને 10મગરનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.તો જૂનાગઢમાં ભારે વરસાદને કારણે 35 ST બસના રૂટ બંધ કરાયા છે. મહિસાગરમાં અત્યાર સુધીમાં 125 મકાન ધરાશાયી થયા અને 3 લોકોના મોત થયા છે. પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડે અધિકારીઓને વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વે કરવા આદેશ આપ્યોછે. જીલ્લા વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાંઆવી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે 10 ગામના કાચા મકાનો પડી ગયા છે અને 3 મકાનોની દીવાલ ધરાશાયીથઇ છે.કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા અને વણાકબારા જેટ્ટી પર ત્રણનંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, સાથે જીલ્લાના માછીમારોને દરિયો નખેડવા સૂચના અપાઇ છે.અમરેલીમાં જાફરાબાદના દરિયાકાંઠે એક હજાર બોટ કાંઠે લાંગરવામાં આવી છે.ખેડાના નડિયાદ પાસે આવેલી શેઢી નદીના કિનારે છેલ્લા 42 કલાકથી પાણીમાં ફસાયેલા 6 લોકોનેઅગ્નિશમન દળે બચાવ્યા. કચ્છમાં પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જીલ્લામાં વરસાદની સ્થિતિઅને વહીવટીતંત્રની તૈયારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજી. મોટા કાંડાગરા પાસે NDRFએ 67 મજૂરોને બચાવ્યાછે. કચ્છ જીલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધીહેમાંગ પટ્ટણી.સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં PGVCL દ્વારા વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલાપ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓ દ્વારા થાંભલાઓ ઉભા કરવા, ટ્રાન્સફોર્મર બદલવા, વીજ તાર જોડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવી રહીછે. વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક એક મહિલાને રેસ્ક્યુ કરીને તેમની સફળપ્રસૂતિ કરાવવામાં આવી, તો પોરબંદરમાં પણ બાર બહેનોની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી..તો અમરેલીના શિયાળબેટ ગામની સગર્ભા મહિલાને બોટ મારફતે નજીકની આરોગ્ય સંસ્થા ખાતેસ્થળાંતરિત કરવામાં આવી.
Site Admin | ઓગસ્ટ 29, 2024 7:36 પી એમ(PM)
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે