ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 7:52 પી એમ(PM)

printer

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ અને સચિવોની રાષ્ટ્રીય સ્તરની 2 દિવસની બેઠક આજે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ અને સચિવોની રાષ્ટ્રીય સ્તરની 2 દિવસની બેઠક આજે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું, “તેમનું મંત્રાલય સંગઠિત અને અસંગઠિત શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારો સાથે નજીકથી કામ કરવા પ્રતિબદ્ધ છે.” શ્રી માંડવિયાએ ઉમેર્યું, આવાસ અને બાંધકામ કાર્યમાં સંકળાયેલા શ્રમિકો તેમજ અન્ય શ્રમિકોનું કલ્યાણ એ સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે.”
બેઠકમાં પેન્શન, આરોગ્ય સેવા, જીવન અને દુર્ઘટના વીમા સાથે સાથે અન્ય મુદ્દાઓ તેમજ 10 વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. માર્ચ 2025માં શ્રમિકો માટે વ્યાપક સામાજિક સલામતી કવરેજ માટે ટકાઉ મૉડલ વિકસાવવા અને ચર્ચા માટે ત્રણ સમિતિ બનાવવામાં આવી છે. દરેક સમિતિમાં 5-5 રાજ્યને સામેલ કરાયા છે.