રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ હતી. ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના દિગ્વિજય સિંહે શિક્ષકોના કૌશલ્ય અને તાલીમ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, વિશ્વ વિદ્યાલયોમાં સંશોધન વિદ્યાર્થીઓને જુનિયર રિસર્ચ ફેલોશિપ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. શ્રી સિંહે એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર જાહેર વિશ્વ વિદ્યાલયો પાસેથી GST લઈ રહી છે જે પહેલા ક્યારેય નહોતું. ભાજપના ઘનશ્યામ તિવારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની શૈક્ષણિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું કે, સમગ્ર શિક્ષા અભિયાન માટે 41 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શ્રી તિવારીએ કહ્યું કે, 14 હજાર 500 થી વધુ શાળાઓનું આધુનિકીકરણ કરાઇ રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના રિતાબ્રતા બેનર્જીએ કહ્યું કે, બજેટમાં શિક્ષણ પર કેન્દ્રીય ખર્ચ GDPના 0.37 ટકા રહ્યો છે જેને વધારવો જોઈએ. તેમણે બેરોજગારીના મુદ્દા વિશે પણ વાત કરી.
Site Admin | માર્ચ 11, 2025 6:54 પી એમ(PM) | શિક્ષણ મંત્રાલય
રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ
