રાજ્યસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા આજે પૂર્ણ થઈ. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પ્રફૂલ્લ પટેલે કહ્યું, ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન – EVMનો ઉપયોગ ચૂંટણીમાં પહેલા પણ થયો છે અને તેની સાથે ચેડા થઈ શકે છે તેવો કોઈ પુરાવો નથી. તેમણે કહ્યું, ચૂંટણી પંચે EVMમાં કોઈ પણ ગેરરીતિ સાબિત કરવા ખૂલ્લો પડકાર આપ્યો હતો, પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. શ્રી પટેલે મતદાનના અધિકારને લોકો, દેશ અને લોકશાહીની શક્તિ ગણાવી.
જ્યારે તૃણમૂલ કૉન્ગ્રેસના ડૅરિક ઑ બ્રાયને SIR અંગે કેટલાક આક્ષેપ કર્યા હતા. ગૃહના નેતા જે. પી. નડ્ડાએ કહ્યું, S.I.R. ચૂંટણી પંચના બંધારણીય સત્તાઓ હેઠળ આવે છે. તેમણે કહ્યું, સમયાંતરે મતદાર યાદીમાં સુધારો અને સુધારણા કરવાની જવાબદારી પંચની છે.
શ્રી નડ્ડાએ ચૂંટણી પંચ અને સર્વોચ્ચ અદાલત જેવી બંધારણીય સંસ્થાઓને દેશની લોકશાહીના સ્તંભ ગણાવ્યા. તેમના સંબોધન બાદ ચર્ચા પૂર્ણ થઈ. બહુજન સમાજ પાર્ટીના રામજી, શિવસેના ઉદ્ધવ ઠાકરેનાં પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક સભ્યોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 16, 2025 7:47 પી એમ(PM)
રાજ્યસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા આજે પૂર્ણ થઈ