રાજ્યસભામાં આજે બીજા દિવસે પહલગામ આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ફરી શરૂ થઈ હતી. ચર્ચામાં ભાગ લેતા ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પહલગામ હૂમલો લશ્કર-એ-તૈયબાએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઓપરેશન મહાદેવ અંતર્ગત હૂમલામાં સામેલ ત્રણેય આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઓપરેશન સિંદૂરને રોકવા માટે મધ્યસ્થતાના દાવાને નકારી કાઢતા કહ્યું હતું કે 22 એપ્રિલથી 16 જૂન સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ નથી. તેમણે કહ્યું કે કોઈ પણ વિશ્વ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે કહ્યું ન હતું.
રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ ચર્ચામાં ભાગ લેતાં પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલાના દિવસે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવી દીધી હતી. આ દર્શાવે છે કે સરકાર કેટલી સંવેદનશીલ છે. શ્રી નડ્ડાએ સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝાએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એક સૂત્ર નથી પરંતુ એક નૈતિક ફરજ અને જવાબદારી છે. ચર્ચામાં કોંગ્રેસના અખિલેશ પ્રસાદસિંહ અને રેણુકા ચૌધરી, બીજેડીના નિરંજન બિશી, સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન, શિવસેના(યુબીટી)નાં પ્રિયંકા ચતુર્વેદી અને સંજય રાઉત, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનાડોક્ટર જ્હોન બ્રિટાસ, ભાજપના સતનામ સિંહ સંધુએ પણ ભાગ લીધો.
Site Admin | જુલાઇ 30, 2025 7:55 પી એમ(PM)
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત-પાકિસ્તાનવચ્ચે અમેરિકાની મધ્યસ્થતાના દાવાને નકારી કાઢ્યો
