રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કામકાજ પર ચર્ચા હાથ ધરાઇ હતી. ચર્ચા શરૂ કરતા, દ્રવિડ મૂનેત્ર કઝગમ-DMKના સાંસદ તિરુચી શિવાએ કહ્યું કે, સરકારે જાહેર આરોગ્યમાં દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા બંને રીતે રોકાણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આરોગ્ય ક્ષેત્ર માટે બજેટ ફાળવણી જે 2017-18માં કુલ બજેટના 2.5 ટકા હતી, તે હવે ઘટીને 1.9 ટકા થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે, સરકારે દેશના ગરીબ અને મધ્યમ વર્ગની આરોગ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આરોગ્ય ક્ષેત્રને વધુ ભંડોળ ફાળવવું જોઈએ. ભાજપના ડૉ. ભાગવત કરાડે જણાવ્યું કે, ભારતીયોની સરેરાશ ઉંમર જે 1951માં 37.2 વર્ષ હતી, તે 2014માં વધીને 67 વર્ષ થઈ ગઈ અને 2014 થી 2024 સુધીમાં તે વધીને 70.7 વર્ષ થઈ ગઈ. તેમણે એ પણ માહિતી આપી કે, છેલ્લા દસ વર્ષમાં, બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Site Admin | માર્ચ 18, 2025 8:18 પી એમ(PM)
રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કામકાજ પર ચર્ચા હાથ ધરાઇ હતી.