રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ યાત્રા પર બે દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે. ચર્ચાની શરૂઆત કરતા કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણછે. સુશ્રી સીતારમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેણે પરિવાર અને વંશને મદદ કરવામાટે બંધારણમાં સૌથી વધુ સુધારા કર્યા છે. ચર્ચામાં ભાગ લેતા ગૃહમાં વિરોધ પક્ષનાનેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર બંધારણનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો.કોંગ્રેસના સાંસદ અભિષેકમનુસિંઘવીએ ભાજપ પર બંધારણીય મૂલ્યોનો નાશ કરવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે, નવા ભાજપનાં શાસન હેઠળ ભારતમાંભય, અવિશ્વાસ અને ભાગલાવાદ પ્રવર્તીરહ્યો છે. ભાજપ ભયનું રાજકારણ રમી રહ્યો છે.બંધારણનાં ઐતિહાસિક મહત્વ અનેરાષ્ટ્રનાં ઘડતરમાં તેની ભૂમિકા પર વિશેષ ચર્ચા આવતી કાલે પણ ચાલુ રહેશે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 7:43 પી એમ(PM)
રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ યાત્રા પર બે દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે
