રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ ઉજવણીની ચર્ચા શરૂ થઈ છે. આ વિશષ ચર્ચાની શરૂઆત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણે કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ સ્થગિત કરીને બંધારણ પર વિશેષ ચર્ચા શરૂ થઇ હતી.
ચર્ચાની શરૂઆત કરતા, સુશ્રી સીતારમણે બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી અને સભાનાં 15 મહિલા સભ્યોને વિશેષ યાદ કર્યાં હતાં. રાજ્યસભામાં ચર્ચા અગાઉ નવા ચૂંટાયેલા સભ્યો મસ્તાન રાવ યાદવ બીધા અને ટીડીપીનાં સના સતીશ બાબુ તેમજ રાયગા ક્રિષ્નૈયા, રેખા શર્મા અને ભાજપના સુજીત કુમાર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ રિતબ્રત બેનર્જીએ શપથગ્રહણ કર્યા હતા.
Site Admin | ડિસેમ્બર 16, 2024 2:23 પી એમ(PM)
રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ ઉજવણીની ચર્ચા શરૂ થઈ છે
