રાજ્યસભામાં આજે જહાજવહન પત્ર ખરડો 2025 પસાર થયો છે. લોકસભાએ આ વર્ષે માર્ચમાં જ આ ખરડો પસાર કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય શિપિંગ દસ્તાવેજો માટેના કાયદાકીય માળખામાં સુધારો અને સરળતા લાવવાનો છે. તે ભારતીય બિલ ઓફ લેડિંગ એક્ટ, 1856નું સ્થાન લેશે. જહાજવહન પત્ર એ એક દસ્તાવેજ છે જે વાહક દ્વારા માલસામાન મોકલનારને જારી કરવામાં આવે છે. તેમાં જે માલસામાન લઈ જવામાં આવી રહ્યો છે તેની વિગતો હોય છે, જેમાં પ્રકાર, જથ્થો, સ્થિતિ અને ગંતવ્ય સ્થાનનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાં ખરડા પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 2013-14 માં દરિયાકાંઠાની શિપિંગ ક્ષમતા ફક્ત 87 મિલિયન મેટ્રિક ટન હતી અને આધુનિકીકરણ પછી, આ ક્ષમતા વધીને 165 મિલિયન મેટ્રિક ટન થઈ ગઈ છે.
Site Admin | જુલાઇ 21, 2025 7:48 પી એમ(PM)
રાજ્યસભામાં આજે જહાજવહન પત્ર ખરડો 2025 પસાર થયો
