ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 7:38 પી એમ(PM)

printer

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું છે કે, વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે ભારત આગેવાની લઈને તમામ મોરચે અગ્રેસર છે

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું છે કે, વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે ભારત આગેવાની લઈને તમામ મોરચે અગ્રેસર છે.તેમણે કહ્યું કે, દેશ તમામ બહુપક્ષીય મંચોપર માત્ર એક સહભાગી બનવાને બદલે મુખ્ય હિસ્સેદાર બની ગયો છે. તેઓ આજે નવી દિલ્હીમાં આકાશવાણી દ્વારા આયોજિત ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્મૃતિ વ્યાખ્યાન આપી રહ્યા હતા. વ્યાખ્યાનનો વિષય હતો ‘વૈશ્વિક ક્ષિતિજપર ભારત કી વધતી ભૂમિકા’. પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર,ગૌરવ દ્વિવેદીએ આકાશવાણીની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે, આકાશવાણી તેની શરૂઆતથી જ રાષ્ટ્રનો અવાજ બની છે.તેમણે જણાવ્યું કે, એક બાજુ આકાશવાણીએ સમાચારનાં પ્રસારણ દ્વારા દરેક પેઢીમાં જાગૃતિ ફેલાવી છે,તો બીજી બાજુ, તેણે તેનાં કરોડો શ્રોતાઓ સમક્ષ રસપ્રદ અને ગુણવત્તાસભર કાર્યક્રમો રજૂ કર્યા છે. આ પ્રસંગે આકાશવાણીના મહાનિદેશક પ્રજ્ઞા પાલિવાલ ગૌર પણ ઉપસ્થિત રહ્યા હતા.