ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 7:37 પી એમ(PM)

printer

રાજ્યસભાના ઉપાધ્યક્ષ ઘનશ્યામ તિવારીએ ગૃહમંત્રાલયની અધિસૂચનામાં ઉપ-રાષ્ટ્રપતિનું રાજીનામું સ્વીકારાયું હોવાની માહિતી આપી.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે પ્રશ્નકાળ શરૂ થતાં જ ઉપાધ્યક્ષ ઘનશ્યામ તિવારીએ સભ્યોને આ અંગે ગૃહ મંત્રાલયની અધિસૂચનામાં માહિતી આપી. સવારે ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું, ઉપ-રાષ્ટ્રપતિ પદની ખાલી જગ્યાસંબંધિત આગળની બંધારણીય પ્રક્રિયા જાણ્યા પછી માહિતી આપવામાં આવશે.      
શ્રી જગદીપ ધનખડે ગઈકાલે તબિયતનું કારણ આપીને ઉપ-રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલા પત્રમાં તેમણે કહ્યું, આરોગ્યને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા તેમણે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિના સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.