ડિસેમ્બર 8, 2025 3:32 પી એમ(PM)

printer

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી.

રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી છે.
શૂન્ય કલાક દરમિયાન, શ્રી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ દર વર્ષે 7 ડિસેમ્બરે યુદ્ધમાં શહીદ થયેલા અને ગણવેશધારી સૈનિકોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે માત્ર રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવા માટે જ નહીં પરંતુ આતંકવાદ અને બળવાખોરીને ડામવા બલિદાન આપ્યું છે.
તેમણે કહ્યું કે, આ દિવસે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળ માટે દાન એકત્રિત કરવામાં આવે છે જેનો ઉપયોગ શહિદોની વિધવાઓ, યુદ્ધમાં શહીદ થયેલા લોકોના આશ્રિતો અને અપંગો સહિત ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ અને પુનર્વસન માટે થાય છે.