રાજ્યમા ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાનના વળતર પેટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ 384 કરોડ રૂપિયાની વધારાની સહાય ઉમેરી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવાશે. વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણ વાળા વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યા રહેતી હોય છે એવા ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે સૌ પ્રથમવાર અલગથી બે હજાર પાંચસો 500 કરોડની જોગવાઈ કરાશે અને વધુ જરૂર પડશે તો પાંચ હજાર કરોડ કે તેથી વધુની જે જરૂર પડે એની પણ જોગવાઈ કરાશે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:10 એ એમ (AM)
રાજ્યમા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર પેટે સરકારે 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ
