રાજ્યભરમાં સઘન સુધારણા ઝુંબેશ – SIR હેઠળ શનિ અને રવિવારે યોજાયેલી વિશેષ શિબિરમાં 8 લાખ અને 41 હજારથી વધુ મતદારોને માર્ગદર્શન અપાયું. તેમજ નામ સમાવવા અથવા મતદારયાદીમાંથી નામ કમી કરવા સહિતના 3 લાખ 58 હજારથી વધુ પત્રક ચૂંટણી કર્મચારીઓને મળ્યાં છે. તેમાથી દોઢ લાખથી વધુ પત્રક 3 જાન્યુઆરીએ અને 2 લાખથી વધુ પત્રક ચાર જાન્યુઆરીએ મળ્યા.
ચૂંટણી અધિકારીઓ અને મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ પત્રકની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરાશે. જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા બાકાત થવા સબંધિત વાંધા કે દાવા 18 જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 7:06 પી એમ(PM)
રાજ્યમાં SIR હેઠળ યોજાયેલી બે દિવસની શિબિરમાં મતદાર યાદીમાં નામ સમાવવા કે કમી કરવા સહિતના 3 લાખ 58 હજારથી વધુ પત્રક મળ્યાં