ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM)

printer

રાજ્યમાં SIRની કામગીરી પૂરજોશમાં – 93.55 ટકા ગણતરી પત્રકના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત ગણતરી પત્રકના ડિજીટાઈઝેશનમાં 93.55 ટકા કામગીરી સાથે ડાંગ જિલ્લો અગ્રેસર છે. જ્યારે 89.62 ટકા સાથે ગીર સોમનાથ બીજા અને 89.07 ટકા સાથે મોરબી જિલ્લો ત્રીજા સ્થાને છે. તો, દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા અને થરાદ તેમજ રાજકોટના ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકા ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. બીજી તરફ રાજ્યમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી પત્રકનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.