ડિસેમ્બર 9, 2025 7:09 પી એમ(PM)

printer

રાજ્યમાં SIRની કામગીરીમાં પાંચ કરોડથી વધુ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે.

રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIRની કામગીરીની સમયસીમાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે આ ઝુંબેશના ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે જ્યારે 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે છે.
પંચમહાલ જિલ્લામાં ડિજિટાઈઝેશનનું કામ 99.98 ટકા પૂર્ણ થયું છે. આગામી 16 ડિસેમ્બરે કાચી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.