નવેમ્બર 28, 2025 7:51 પી એમ(PM)

printer

રાજ્યમાં S.I.R. પ્રક્રિયા હેઠળ પરત મળેલા 81 ટકાથી વધુ ગણતરી પત્રકનું ડિજિટાઈઝેશન પૂર્ણ – આવતીકાલથી બે દિવસ તાલુકાસ્તરની શિબિર યોજાશે

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા હેઠળ પરત મળેલા 81 ટકાથી વધુ ગણતરીપત્રકનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. જ્યારે 89.61 ટકા ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે રહ્યો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.રાજ્યમાં આગામી ચાર ડિસેમ્બર સુધી યોજાનારી S.I.R. પ્રક્રિયામાં અત્યાર સુધીની ગણતરી દરમિયાન 13 લાખથી વધુ અવસાન પામેલા મતદાર મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 2 લાખ 44 હજારથી વધુ મતદાર તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથે જ 16 લાખથી વધુ મતદારે કાયમી સ્થળાંતર કર્યું હોવાનું જણાયું છે. ઉપરાંત 2 લાખ જેટલા મતદાર રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કામગીરી દરમિયાન BLOને કોઈ મુશ્કેલી હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.