રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે. જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ગાંધીધામ, જૂનાગઢ, ખંભાળિયા, મહેસાણા, સામખીયાળી, નડિયાદ, પાલનપુર, લીમખેડા સહિતના મથકોનો સમાવેશ થાય છે. આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે એક હજાર 843 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી જૂન 2025 સુધીમાં 433 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
રાજ્યસભામાં સાંસદ નરહરી અમીનના પ્રશ્નનો જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યુ કે અત્યાર સુધીમાં, ડાકોર, ડેરોલ, હાપા, જામ જોધપુર, જામ વંથલી સહિત 18 મથકોના પહેલા તબક્કાના કામો પૂર્ણ કરાયા છે. દેશમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કુલ એક હજાર 337 રેલવે મથકો વિકસાવાશે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માટે 12 હજાર 118 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું, જેમાંથી જૂન 2025 સુધીમાં 2 હજાર 612 કરોડનો ખર્ચ કરાયો છે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 7:26 પી એમ(PM)
રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે