રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R.ની કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ગઈકાલ સુધીમાં રાજ્યના 66 હજાર 232 નાગરિક પાસેથી ફૉર્મ 6 મળ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
હવે આગામી 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધિત જે કંઈ વાંધા કે દાવા રજૂ કરવા માગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. તેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉંમેરવા માટે રાજ્યભરમાંથી ફૉર્મ 6 મળ્યા છે. જ્યારે જેતે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા 9 હજાર 966 નાગરિકો તરફથી ફૉર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે કામગીરી કરાશે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 7:33 પી એમ(PM)
રાજ્યમાં 66 હજારથી વધુ નાગરિક પાસેથી આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફૉર્મ 6 મળ્યા