રાજ્યમાં 50 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. સૌથી વધુ અંદાજે 18 લાખ હૅક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે. જ્યારે 17 લાખ 10 હજાર હૅક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર બીજા ક્રમે રહ્યું છે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. બીજી તરફ સાર્વત્રિક વરસાદન કારણે રાજ્યના 34 બંધ હાઈઅલર્ટ, 20 બંધ અલર્ટ અને 19 બંધ ચેતવણી પર મુકાયા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલમાં તેની ક્ષમતાના 48 ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે.
આ ચોમાસાની મોસમમાં સ્થાનિક વહીવટી તંત્ર, NDRF, SDRF દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી ચાર હજાર 278 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. જ્યારે 685 લોકોને બચાવી લેવાયા છે.
Site Admin | જુલાઇ 8, 2025 2:33 પી એમ(PM)
રાજ્યમાં 50 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું ખરીફ વાવેતર પૂર્ણ