રાજ્યમાં હાલ વરસાદને વિરામ લીધો છે. તેવામાં હવામાન ખાતાએ 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. જોકે, આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
દરમિયાન રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટવાની સાથે સાંજે છ વાગ્યા સુધીમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદના અહેવાલ છે. સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલામાં નોંધાયો છે.