સપ્ટેમ્બર 2, 2025 7:13 પી એમ(PM)

printer

રાજ્યમાં 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી

હવામાન ખાતાએ 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ છ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 અને SDRFની 20 ટીમ વિવિધ જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં રાહત નિયામકની અધ્યક્ષતામાં યોજાયેલી વેધર વોચની બેઠકમાં આ માહિતી આપવામાં આવી.