હવામાન વિભાગ દ્વારા આગામી બીજી ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની વકી જોવા મળશે.ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે રાજ્યમાં નહિવત વરસાદ નોંધાયો હતો ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના સાત તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 9:49 એ એમ (AM)
રાજ્યમાં 30મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી