ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 3, 2025 7:26 પી એમ(PM)

printer

રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે  આગાહી કરી છે

રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહવાની આગાહી છે . આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. દેશમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં વેસ્ટન ડીસ્ટર્બન્સને  કારણે પવનની દિશા પણ બદલાવાથી રાજ્ય તરફ ઠંડા પવન આવશે.જેથી  રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની
શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ તાપમાન મહુવામાં  35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.