માર્ચ 22, 2025 8:40 એ એમ (AM)

printer

રાજ્યમાં 24 કલાક બાદ ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી.

રાજ્યમાં 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધશે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોના કારણે બફારો અનુભવાશે તેમ હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.છેલ્લા 24 કલાકમાં રાજ્યનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. દરમિયાન રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે અમદાવાદ, વડોદરા, કંડલા હવાઈમથક, અમરેલી, મહુવા, કેશોદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી રહ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.