ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્યમાં 24 કલાકમાં 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ વરસ્યો છે. ગાંધીનગરથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સુરત જીલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા ચોવિસ કલાકમાં સુરત શહેરમાં લગભગ દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે કામરેજમાં આઠ ઇંચ જેટલો અને પલસાણામાં સાડા છ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવવામાં આવ્યા હતા.
અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસવાના અહેવાલ મળી રહ્યાં છે. અમારા બોટાદના પ્રતિનિધિ જણાવે છે કે બોટાદ શહેરમાં 5 દિવસના વિરામ બાદ શરૂ થયો વરસાદ વરસ્યો હતો.. શહેરના હવેલીચોક ,પાળીયાદ રોડ,સ્ટેશન રોડ,ટાવર રોડ,જ્યોતિગ્રામ સર્કલ,ગઢડા રોડ,સાળંગપુર રોડ,ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો..
રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદ બાદ ડાંગ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીનું કામ પણ શરૂ કર્યુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.