માર્ચ 3, 2025 9:56 એ એમ (AM)

printer

રાજ્યમાં 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

રાજ્યમાં આગામી 2 દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન ખાતાની યાદી મુજબ, ગત 24 કલાકમાં રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન સરેરાશ 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.અમરેલી, કચ્છના કંડલા હવાઈમથક, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢના કેશોદ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ભાવનગરના મહુવામાં નોંધાયું હતું.