ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે, જેનો ઉદ્દેશ્ય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, 6 માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે.