હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે.જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન છ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું. બીજી તરફ, આજે સવાર ચાર વાગ્યા સુધીમાં 149 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સવા છ ઈંચ જેટલો વરસાદ મહેસાણાના વિજાપુરમાં વરસ્યો છે. જ્યારે તાપીના વલોદ, સુરતના ઉમરપાડા, ડાંગના સુબિર, સુરતના મહુવા અને બનાસકાંઠાના દાંતિવાડામાં ચારથી છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ સિવાયના તાલુકાઓમાં ચાર ઈંચથી ઓછો વરસાદ થયાના અહેવાલ છે.
Site Admin | જુલાઇ 3, 2025 8:37 એ એમ (AM)
રાજ્યમાં 149 તાલુકામાં વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે અતિભારે વરસાદની આગાહી